પરિચય શ્રી પંકજ અનોપચંદ મહેતા
પંકજ અનોપચંદ મહેતા મહેતા નો જન્મ વાગડ ના બેલા ગામ માં થયો હતો દરેક ચિઝ નો અભાવ એ વાગડ નો સ્વાભાવ હતો આવા વિપરીત સંજોગો વચ્ચે બહોળા પરીવાર માં મધ્યમ વર્ગીય પરીવાર માં તેમનું બાળપણ વિત્યુ શાળાકિય અભ્યાસ માં તો ધોરણ 7 જ ભણ્યા પણ વિચારો ની યુનર્વસિટી એવા વડીલો પાસે થી બેસી તેમની વાતો માં થી પ્રગટ થતો અનુભવ નો નિચોડ મેળવી ભણતર કરતાં ગણતર વધુ મેળવ્યુ બેલા ગામ નો વડીલો થી શોભતો એ ચોરો એજ પંકજ મહેતા ના કહેવા મુજબ તેમની સાચી યુનર્વસિટી વાગડ ના વડિલો પાસે ધન વૈભવ ની સરખામણી એ નિતી અને ગુણ વૈભવ બહુ જ મોટો હતો આજે પણ પંકજ ભાઇ જ્યાં પણ જાહેર સભા થી લઇ અને કોઇની પ્રાર્થના સભા માં બોલવા ઉભા થાય ત્યારે અચુક કહે છે કે તમારા બાળકો ને તેમના વડીલો પાસે અચુક બેસે તેવા વાતાવરણ નું આપ નિર્માણ કરશો
આર્થિક કારણોસર આખો પરીવાર ધંધાકીય રિતે રાપર સ્થાળાંતર થયો રાપર આવતા જ પંકજ ભાઇ વિવિધ પ્રવૃતીઓ સાથે જોડાયા જેમા મુંબઇ ના ઉમેદ ભાઇ નંદુ દ્રારા ચલાવતી માનવ સંસ્થા માં તેમને પોતાનું પ્રદાન ચાલુ કર્યુ મેલેરીયા કેમ્પ સેવા ,ટીબી ની બીમારી માં સેવા તેમ જાહેર જીવન માં પ્રવેશ થયો સાથે જ એક પછી એક મિત્ર નું ધંધાકીય રિતે સતત વાગડ બહાર સ્થળાંતર થતા વાગડ નો મુખ્ય એવો પાણી પ્રશ્ર્ન સામે આવ્યો પરીસ્થીતી ની ગંભીરતા સમજી અને નર્મદા નર્મદા ની થતી વાતો થી એટલુ જાણ્યુ કે આ પ્રશ્ર્ન નું સાચુ નિરાકરણ નર્મદા યોજના જ છે જે તત્કાલીન સમયે ગુજરાત વિરોધી તત્વો ના કારણે વિવાદ માં અટવાઇ ચુકી હતી 15-16 વર્ષ ની સમજણ અસમજણ ની ઉંમર માં નર્મદા માટે પહેલી વાર મિત્ર દિપક પારેખ સાથે ગાંધીનગર જઇ ગુજરાત ના વરિષ્ઠ નેતા માજી મુખ્યમંત્રી અને તત્કાલીન સમયે નર્મદા ની જવાબદારી સંભાળતા બાબુભાઇ જશભાઇ પટેલ ને મળે છે અને કિશોર સહજ જીદ્દ માં વાગડ માં નર્મદા કેમ નહીં તેની આવડે એવી રજુઆત કરે છે અને બાબુભાઇ આ બંને મિત્રો ને જમાડી પરત મુકે છે આમ વાગડ માં નર્મદા નું પાણી અને પાણી થી વિકાસ તે સમિકરણ સાથે ભાજપા સાથે સહજતા થી જોડાય છે ભાજપા માં જોડતા ધીમેધીમે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ના અંત્યોંદય નો વિકાસ અને એકાત્મક માનવ દર્શન થી ભાજપા ની વિચારધારા પ્રત્યે નો આદર વધે છે તેજ સમય માં ગુજરાત વિધાનસભા ના પુર્વ અધ્યક્ષ ધીરૂભાઇ શાહ સાથે વિધાનસભા ની ચુંટણી માં કામ કરવાનો અવસર મળે છે શ્રી ધીરૂભાઇ નો પ્રજાપ્રેમ અને કામ કરવા ની કાર્યશૈલી તેમને ઘણુ શિખવા મલ્યુ તે સહજતા થી સ્વિકારે છે તો બિજી તરફ વાગડ ના આરોગ્ય ક્ષેત્રે સેવા ના ભિષ્મપિતા મહ મુક સેવક ખેડુત પ્રેમી રતનશી ભીમશી સાવલા તરફ થી જન સેવા અને વાગડ ને થયેલા નિરંતર અન્યાય વિશે જાણવા મળે છે વાગડ પ્રેમ ને આવડત અનુભવ અને કાર્યશૈલી નુ ભાથુ મળે છે .
પણ ક્યારેય ટીકીટ માંગવી કે ચુંટણી ઓ લડવી એવો પ્રયત્ન સુધ્ધા એ સમય માં ના કર્યો લગ્ન થતા સુખી દાંપત્ય જીવન ચાલી રહ્યુ હતુ તેવા માંજ કુદરત ને કાંઇક જુદુ પસંદ હશે અને 26 મી જાન્યુવારી ના રોજ આવેલા ભુકંપે તેમના જીવન સંગીની છીનવી લીધા , કરછ અને વાગડ ની વિષમતા ભયંકર હતી પરંતુ સ્વસ્થા કેળવતા જન સેવા ના કાર્ય માં લાગી પડયા પોતે ક્યારેય પુર્ણ કાલીન રાજકીય જીવન વિચાર્યુ ના હતુ પરંતુ આવેલા સંજોગો માં પાર્ટી એ જ્યાં પણ જવાબદારી સોંપી ત્યાં સવાયુ રિજલ્ટ આપયુ જેમકે રાપર નગરપાલીકા માં 21 માં થી 21 સિટ હોય છેલ્લી વિધાનસભા ચુંટણી માં વાઘજી ભાઈ પટેલ ની યશસ્વી જીત હોય , ધંધાકિય કારણોસર ભુજ સ્થીર થવા નું વિચાર્યુ ત્યાં કરછ ભાજપા ના વરિષ્ઠ નેતા શ્રી તારાચંદ ભાઇ છેડા ના સુચન થી શ્રી જયંતીભાઇ ભાનુશાલી ની ટીમ માં મંત્રી પદ સ્વિકાર્યુ તેના મહીના માં જ જયંતીભાઇ એ હિર પારખી મહામંત્રી પદ ની જવાબદારી આપી સમય જતા ગુજરાત ભાજપે કરછ જીલ્લા ના પ્રમુખ ની જવાબદારી આપી જેમા તેમને બાઇક યાત્રા , કમલ મહેંદી જેવા પ્રકલ્પો આપ્યા છે પાછળ થી રાષ્ટ્રીય સ્તરે સ્વિકૃત થયા અને પાર્ટી ને કોમ્યુટરાઇડઝ અને સોશ્યલ મિડીયા માં એક્ટીવ કરી , જન સંપર્ક વધારયો જેના ફળ સ્વરૂપે સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી માં આખા રાજ્ય માં વિપરીત સંજોગો હોવા છતાં ઉમદા પરીણામ ટીમ કરછ મેળવી શક્યુ નવુ નેતૃત્વ ઉભુ કરવું સહુ ને તક આપવી એ તેમનો મંત્ર રહ્યો છે .
બિજુ શિક્ષણ ક્ષેત્રે પોતે ના ભણી શક્યા તે બાબત ને મહત્વ આપી પત્ની ના અવશાન થી સરકારી સહાય માં થોડો ઉમેરો કરી શ્રીમતી નિરંજના પંકજ મહેતા ચેરેટીબલ ટ્રસ્ટ ની રચના કરી અને રાપર માં સ્કુલ ની શરૂઆત કરી સમય જતા આજે તે નિઃશુલ્ક મહીલા કોલેજ સુધી આ પ્રકલ્પ પહોંચ્યો છે જે આ વિસ્તાર ની સેંકડો દિકરી ઓ માટા આશિર્વાદ રૂપ સાબીત થયો છે એક પણ રૂપીયા ની ફિ વગર વાગડ ની દિકરી ઓ ઉતમ શિક્ષણ મેળવે છે તો બિજી તરફ પોતે તેમના જેમજ ભુકંપ માં પોતાના જીવન સાથી ગુમાવનાર પાત્ર સાથે જ લગ્ન કરી અરસપરસ ની વેદના સમજી ને પનઃ સહજીવન ની શરૂઆત કરી ,
વાગડ ના ધારાસભ્ય વાઘજી ભાઇ ના અકસ્મિક અવશાન થી ખાલી પડેલ રાપર બેઠક પર પોતા ની જેટલી ઉંમર છે તેટલા વર્ષ નું જેમનું જાહેર જીવન છે તેવા શ્રી બાબુભાઇ મેઘજીશાહ સામે અકસ્મીક રિતે કોઇ પણ જાત ની પુર્વ તૈયારી વગર ચુંટણી લડવા ની આવી પણ હાર્ડવર્ક અને કર્મ નિષ્ઠા ને વાગડ ની પ્રજા એ વધાવી અને આઝાદી પછી ના વાગડ ના ઇતીહાસ માં સહુ થી વધુ એવી 15000 થી વધુ વોટ ની સરસાઇ થી પ્રજા એ આશિર્વાદ આપ્યા .
પંકજ ભાઇ એ ચુંટણી માં સંસ્કાર શિક્ષણ સિંચાઇ અને સુરક્ષા અને તેના થકી સમૃધ્ધી ને મુદ્દો બનાવ્યો અને પરિણામ આવતા જ વચન પુર્તી કરતા હોય તેમ વિજય ના એક વર્ષ માંજ વાગડ માં મુખ્યમંત્રી શ્રી ના હસ્તે નર્મદા ના વધામણા થયા અને વાગડ ની છેલ્લા 100 વર્ષ ના ઇતીહાસ ની સહુ થી મહત્વ ની ઘટના બની અને નર્મદા ના નીર વાગડ માં આવ્યા , દર શુક્રવાર ના નીયમિત જન સંપર્ક થી લોકો ના પ્રશ્ર્નો ને વાચા મળી તો રાપર ખેતીવાડી ઉત્પન બજાર સમિતી માં ચેરમેન પદ ની જવાબદારી મળી ટુંકા કાર્યકાળ માં વાગડ માં કરોડો ના વિકાસ કામો થયા પણ પલાઠી વાળી ને બેસે ઇ પંકજ મહેતા નહીં કોઇ પણ ચુંટણી કે પક્ષ ના આદેશ વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવશે રાપર APMC નિર્મીત સરદાર સાહેબ ની પ્રતિમા સમક્ષ થી સંસ્કાર યાત્રા નો પ્રારંભ અને આદર્શો અને ઉચ્ચમુલ્યો સાથે નો ભારત માતા પરીવાર ની રચના કરવાની ભગીરથ પ્રયાસ શરૂ કર્યો , અને રાત્રી રોકાણ પણ જેતે ગામ માં જ કરવુ તે સાથે ની સંસ્કાર યાત્રા શરૂ કરી જેનો આજે ચોથો દિવશ છે.