વ્યક્તિગત પ્રયત્નો શ્રેષ્ટતા લાવશે,
પરંતુ સહીયારા પ્રયત્નો અસરકારકતા પણ લાવશે.

પરિચય શ્રી પંકજ અનોપચંદ મહેતા

પંકજ અનોપચંદ મહેતા મહેતા નો જન્મ વાગડ ના બેલા ગામ માં થયો હતો દરેક ચિઝ નો અભાવ એ વાગડ નો સ્વાભાવ હતો આવા વિપરીત સંજોગો વચ્ચે બહોળા પરીવાર માં મધ્યમ વર્ગીય પરીવાર માં તેમનું બાળપણ વિત્યુ શાળાકિય અભ્યાસ માં તો ધોરણ 7 જ ભણ્યા પણ વિચારો ની યુનર્વસિટી એવા વડીલો પાસે થી બેસી તેમની વાતો માં થી પ્રગટ થતો અનુભવ નો નિચોડ મેળવી ભણતર કરતાં ગણતર વધુ મેળવ્યુ બેલા ગામ નો વડીલો થી શોભતો એ ચોરો એજ પંકજ મહેતા ના કહેવા મુજબ તેમની સાચી યુનર્વસિટી વાગડ ના વડિલો પાસે ધન વૈભવ ની સરખામણી એ નિતી અને ગુણ વૈભવ બહુ જ મોટો હતો આજે પણ પંકજ ભાઇ જ્યાં પણ જાહેર સભા થી લઇ અને કોઇની પ્રાર્થના સભા માં બોલવા ઉભા થાય ત્યારે અચુક કહે છેકે તમારા બાળકો ને તેમના વડીલો પાસે અચુક બેસે તેવા વાતાવરણ નું આપ નિર્માણ કરશો.

હાલની જવાબદારીઓ :
પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પૂર્વ ધારાસભ્ય શ્રી રાપર વિધાનસભા મત વિસ્તાર તંત્રી :- શ્રી અનેકાંત
કારકિર્દીનો મહત્વનો વળાંક :
વાગડ ના એક ચુંટાયેલા પ્રતિનીધી એ રાપર ની બજાર માં કહ્યુ કે નર્મદા તો નહીં આવે નાના મોટા તળાવ નું કામ હોય તો કહેશો તે વાત લાગી આવી અને નર્મદા માટે શક્ય તેટલા પર્યત્નો કરવા નું નક્કી કર્યુ.
જીવનનો સિદ્ધાંત અને આદર્શ વ્યક્તિ :
સિધ્ધાંત - જે છે તેની સતત ટીકા કરવા કરતા તેમાં થી સારપ શોધી સુધારવા કાર્ય કરવુ અને " કટાઇ જવા કરતા ઘસાઇ જવુ સારૂ " તે વાક્ય મુજબ કાંઇક કરવા સતત પ્રયત્ન કરવા પંડિત દિનદયાળ જી નો અંત્યોંદય નો વિકાસ , ગાંધીજી ની ટીમ વર્ક અને સરદાર સાહેબ નું દર્ઢ મનોબળ નરેન્દ્ર ભાઇ મોદી ની કર્તવ્ય નિષ્ઠા.
જીવનની યાદગાર પળ :
માં નર્મદા નું મુખ્યમંત્રી શ્રી ના હસ્તે વાગડ ની ધરતી પર અવતરણ થયુ તે તેને હું વાગડ ના અનેક દિવાંગત વડિલો નું સાચુ શ્રાધ્ધ ગણુ છુ.
શોખ અને રસના વિષયો :
લોકો વચ્ચે રહેવુ , મળવુ.
મનપસંદ સ્થળ :
જ્યાં મન ની વાત કરી હળવાશ નો અનુભવ કરી શકાય તે વ્યક્તી નુ સાનીધ્ય.
જીવનમાંથી મળેલી શીખ :
કર્મ કરો તો ફળ કુદરતે આપવું જ પડે છે કરેલુ ક્યારેય અફળ જતુ જ નથી.

લક્ષ્ય


વ્યકતિગત લક્ષ માં ઉચ્ચ મુલ્યો સાથે જીવવુ પરીવાર એટલે માત્ર લોહી નો સંબંધ ધરાવતા લોકો જ નહીં પણ આપણા સ્ટાફ થી લઇ કાર્યકરો સહુ તેમની જીવન માં નૈતિક મુલ્યો સાથે ની પ્રગતી થાય અને વ્યવસાય માટે આપણી સાથે આપણી સાથે જોડાયેલા સહુ આર્થીક રિતે સક્ષમ બને તે.